
નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં મેરઠમાં ચાર, ફિરોઝાબાદ, સંભલ, કાનપુર, બિજનોરમાં બે-બે, મુઝફ્ફરનગર, રામપુર અને લખનઉમાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. આ હિંસક વિરોધને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.