ઍન્જિયોપ્લાસ્ટી થતાં ટૂંક સમયમાં ડિસ્ચાર્જ થશે શ્રેયસ તલપડે

0
200

શ્રેયસ તલપડે ગુરુવારે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરી રહ્યો હતો અને સાંજે તે જ્યારે ઘરે ગયો તો તે અસ્વસ્થ થઈ ગયો હતો. તેને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એ દરમ્યાન અનેક ટેસ્ટ કર્યા બાદ રાતે દસ વાગ્યે તેની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. શ્રેયસ વિશે માહિતી મળતાં ગઈ કાલે વહેલી સવારે અક્ષયકુમાર તેને મળવા હૉસ્પિટલ પહોંચી ગયો હતો. હાલમાં શ્રેયસ અંધેરીની બેલવ્યુ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેની તબિયતમાં સુધારો છે. શ્રેયસના સ્વાસ્થ્ય વિશે તેની વાઇફ દીપ્તિએ કહ્યું કે ‘મારા હસબન્ડની હેલ્થને લઈને લોકોએ જે પ્રકારે ચિંતા કરી અને સારા સ્વાસ્થ્ય માટે કામના કરી એ બદલ સૌનો આભાર માનું છું. હું સૌને જણાવવા માગું છું કે તેની કન્ડિશન હવે સ્થિર છે અને થોડા દિવસોમાં તેને ડિસ્ચાર્જ આપવામાં આવશે. મેડિકલ ટીમે જે પ્રકારે અતિશય કાળજી લીધી અને સમયસર ટ્રીટમેન્ટ આપી એને લઈને હું એક્સપર્ટ્સનો આભાર માનું છું. તેની રિકવરી માટે હું અમને પ્રાઇવસી મળે એવી વિનંતી કરું છું. તમારો અદ્ભુત સપોર્ટ અમારા માટે સ્ટ્રેંગ્થ છે.’