એકતા કપૂર તેની એક વર્ષની સેલરી દાન કરશે

0
1363

સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ઘણાં લોકો આર્થિક મદદ માટે આગળ આવ્યાં છે ત્યારે ટીવી સીરિયલની દુનિયાની સૌથી મોટી પ્રોડ્યુસર એકતા કપૂરે કોરોના વાયરસને કારણે ચાલી રહેલા નુકસાનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. એકતા કપૂર તેના પ્રોડક્શન હાઉસની એક વર્ષના 2.50 કરોડ રૂપિયા સેલરી લે છે, પરંતુ હવે એકતાએ તેની એક વર્ષની સેલરી ન લેવાનો નિર્ણય કર્યો છે. હાલ પ્રોડક્શન હાઉસમાં થઈ રહેલાં નુકસાનને કારણે એકતાએ આ નિર્ણય લીધો છે. હકીકતમાં કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે અને તેના કારણે ફિલ્મો અને ટીવી સીરિયલ્સની શૂટિંગ પણ બંધ છે. જેના કારણે ટીવીના પ્રોડક્શન હાઉસને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા એકતાએ સેલરી ન લેવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here