એશિયા કપ માટે શ્રીલંકા પહોંચી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ…

0
237

એશિયા કપ 2024માં ભાગ લેવા માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ વખતે એશિયા કપ શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા એશિયા કપ 2024માં 19 જુલાઈએ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 19 જુલાઈએ પાકિસ્તાન સાથે થશે. ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપ 2024 માટે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ગ્રુપ-Aમાં ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાન, નેપાળ અને UAEની ટીમોને રાખવામાં આવી છે. આ સિવાય બાંગ્લાદેશ, થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયાની ટીમોને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે. એશિયા કપ 2024ની ફાઈનલ મેચ 28મી જુલાઈના રોજ રમાશે.