એસપીજી, એનએસજી, સીક્રેટ સર્વિસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

0
944

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની ૨૪ ફેબ્રુઆરીની મુલાકાતને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઍક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટ્રમ્પ અને મોદીની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ ગઈ છે. આ અંગે સ્પેશ્યલ પોલીસ-કમિશનર અજય તોમરે જણાવ્યું કે ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ એજન્સીઓ સતર્ક છે. અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર માટે આ મોટું આયોજન છે. સીક્રેટ સર્વિસ, એસપીજી, એનએસજી, એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, રૅપિડ ઍક્શન ફોર્સ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે સંકલન કરીને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેમ જ એસઆરપી અને ચેતક કમાન્ડો પણ ફરજ પર રહેશે. આ દરમિયાન મેટલ ડ‌િટેક્ટર અને ઍન્ટિ-ડ્રોન ટેક્નૉલૉજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here