‘ઐતરાઝ 2’માં પ્રિયંકાને તાપસી પન્નુ રીપ્લેસ કરી શકે છે….

0
23

ભારતમાં સીક્વલનો ટ્રેન્ડ પૂરજોશમાં ખીલી રહ્યો છે. બે-ત્રણ દાયકા જૂની ફિલ્મોની સીક્વલ પણ બની રહી છે ત્યારે આ ટ્રેન્ડમાં બોલિવૂડના શોમેન ગણાતા સુભાષ ઘાઈનું નામ આવી ગયું છે. તેઓ બે દાયકા પહેલાની હિટ ‘ઐતરાઝ’ની સીક્વલ બનાવવા માગે છે. 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોનાસનો લીડ રોલ હતો. આગામી ફિલ્મમાં તેઓ પ્રિયંકાના સ્થાને તાપસી પન્નુને લેવા માગે છે.

સોર્સીસના જણાવ્યા મુજબ, ‘ઐતરાઝ 2’ના મેકર્સ નારી પ્રધાન ફિલ્મની સ્ટોરી સાથે તાપસી પન્નુને મળ્યા હતા. આમ, તો સુભાષ ઘાઈએ ગત વર્ષે નવેમ્બર મહિનામાં ‘ઐતરાઝ’ની સીક્વલ બનાવવાનું એલાન કર્યુ હતું. આ સમયે તેમણે પ્રિયંકા ચોપરા જોનાસને યાદ કરી હતી. ઘાઈએ કહ્યું હતું કે, તેમણે ત્રણ વર્ષની મહેનત બાદ ફ્રેશ સ્ટોરી તૈયાર કરી છે અને સ્ક્રિપ્ટ ફાઈનલ સ્ટેજમાં છે.

સુભાષ ઘાઈની આ સ્ક્રિપ્ટ આખરે ફાઈનલ થઈ ગઈ છે અને તાપસી પન્નુને વાંચવા આપી છે. તાપસી પન્નુને આ સ્ક્રિપ્ટ પસંદ આવી હોવાનું કહેવાય છે. તાપસી અથવા પ્રોડક્શન ટીમ તરફથી ‘ઐતરાઝ 2’માં લીડ રોલ અંગે કોઈ ખુલાસો થયો નથી. હાલ તો બંને પક્ષો એકબીજા સાથે કામ કરવા ઉત્સુક છે અને વાટાઘાટો ચાલી રહી છે.

સુભાષ ઘાઈએ ‘ઐતરાઝ’ની વાત કરતા કહ્યું હતું કે, આ ફિલ્મમાં લીડ રોલ માટે અન્ય કોઈ એક્ટ્રેસ તૈયાર થઈ ન હતી. પ્રિયંકા ચોપરાએ હિંમત બતાવી અને મુક્તા આર્ટ્સની આ ફિલ્મમાં 20 વર્ષ બાદ પણ પ્રિયંકાને લોકો ભૂલી શક્યા નથી. હવે ‘ઐતરાઝ 2’ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સુભાષ ઘાઈએ સીક્લવની જાહેરાત કરતી વખતે કાસ્ટ અંગે વાત કરી ન હતી. હવે તેમને લીડ એક્ટ્રેસ મળી ગઈ હોય તેમ લાગે છે. તાપસી પન્નુની ફિલ્મોને કમર્શિયલ સફળતા ખાસ મળતી નથી, પરંતુ એક્ટર તરીકે તેના ખૂબ વખાણ થયા છે. તાપસી પન્નુ પોતાના દમ પર ફિલ્મને અસરકારક બનાવી શકે છે.