દેશમાં કોરોના મહામારી વચ્ચે કેટલાક સમયથી અનેક વસ્તુઓ બંધ કરી દેવામાં આવી હતી. રાજ્ય સહિત દેશભરમાં લોકડાઉન-4 પછી અનલોક-1ની શરૂઆત થઈ છે જે 1થી 30 જુન સુધી ચાલશે. જેમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રેનીંગ, રિચર્સ, કોચીંગ કલાસ, જીમ, સિનેમા, જાહેરમેડાવડા, સાંસ્કૃતિક કે સિનેમા કાર્યક્રમ, સ્વિમિંગ પુલ, પબ્લિક ગાર્ડન, ઝૂ, વોટર પાર્ક, એમ્યુન્સમેન્ટ પાર્ક અને પુરાતત્વીય સ્થળો–પર્યટક સ્થળો ખુલ્લા રાખી શકાશે નહીં. તે સિવાયની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે રીટેલ દુકાનો, ચા-કોફીની કિટલીઓ, બેંક, સરકારી કચેરીઓ, તમામ રેપેરીંગની દુકાનો, સર્વિસ સ્ટેશન, વર્કશોપ ગાઇડલાઇન્સ મુજબ ચાલુ કરી દેવાયા છે. તેમજ 8 જૂનથી હોટલ, કલ્બ, રેસ્ટોરેન્ટ, મોલ, તમામ ધાર્મિક સ્થળો નિયમો મુજબ ચાલુ કરી શકાશે.પરતંુ તેમને સરકાર દ્વારા આપવામાં આેલી ગાઈડલાઈને અનુસરવી પડશે. ત્યારે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ‘કન્ટેન્ટમેન્ટ કે માઈક્રો ઝોનમાં રહેતાં કામદારો, કર્મચારીઓ, દુકાનના માલિકો ઝોનમાંથી બહાર આવવા માટેની પરવાનગી
આપવામા આવી નથી.
આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃત્તિઓ માટે વ્યક્તિઓની અવર-જવર પર રાત્રિના 9થી સવારના 5 કલાક સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તેમજ 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ, બિમાર વ્યક્તિઓ, સગર્ભા મહિલાઓ તથા 10 વર્ષથી નીચેની વયના બાળકોને ઘરમાં જ રહેવાનું રહેશે. જો કે, અનલોક-1ની શરૂઆત થઈ ગઈ છે જે 1થી 30 જુન સુધી ચાલશે. વધુમાં 8 જૂનથી હોટલ, કલ્બ, રેસ્ટોરેન્ટ, મોલ, તમામ ધાર્મિક સ્થળો નિયમો મુજબ ચાલુ
કરી શકાશે. પરંતુ આ દરેક સ્થલે સોશિંયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, તેમજ માસ્કનો ઉપયોગ પણ ફરિજયાત પણે કરવાનો રહેશે, નહીં તો દંડ વસૂલાશે