કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૨૬૬ રૂપિયાનો અધધ વધારો…

0
514

દિવાળી પહેલાં ફૂટ્યો મોંઘવારીનો બૉમ્બ, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ સતત છઠ્ઠા દિવસે થયો વધારો,પેટ્રોલિયમ કંપનીઓએ ગઈ કાલથી કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૨૬૬ રૂપિયાનો વધારો કર્યો છે. પહેલાં દિલ્હીમાં ૧૭૩૪ રૂપિયામાં મળતો ૧૯ કિલોના કમર્શિયલ સિલિન્ડરના ૨૦૦૦.૫૦ રૂપિયા આપવા પડશે. બીજી તરફ સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ વર્ષે ૬૬૮.૫૦ રૂપિયાનો વધારો થયો છે. પહેલી ઑક્ટોબરે પણ ​ કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૪૩.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કમર્શિયલ સિલિન્ડર મોંઘો થવાથી રેસ્ટોરન્ટમાં ખાણી-પીણીના ભાવમાં મોટો વધારો થશે.
ગયા મહિને ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઈમાં સબસિડી વગરના ઘરમાં ઉપયોગમાં લેવાતા ૧૪.૨ કિલોના સિલિન્ડરના ભાવ ૮૯૯.૫૦ રૂપિયા છે. ગઈ કાલે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ લિટર દીઠ ૩૫-૩૫ પૈસાનો વધારો થયો છે. વધારા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૫.૫૦ રૂપિયા તો ડીઝલની કિંમત ૧૦૬.૬૨ રૂપિયા થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here