ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ માં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોવર્ડ (ATS)ની ટીમે સુરતથી હત્યામાં સંકળાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓની અલગ અલગ ભૂમિકા છે. સુરતથી મીઠાઈનો ડબ્બો ખરીદ્યો હતો અને લઈ ગયા હતા. તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલમાં એટીએસ દ્વારા ફૈઝાન,રશિદ અને મોહસિનની આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
તિવારીએ 2015માં પેગંબર મોહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મોહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. હાલમાં તેઓ જામીન પર છૂટ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપિઠે તાજેતરમાં જ કમલેશ તિવારી પર લાગેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને હટાવ્યો હતો.