કરણ મલ્હોત્રા: રણબીરે ‘શમશેરા’ફિલ્મમાં બન્ને રોલ ભજવવા માટે સખત મહેનત કરી છે

0
455

‘શમશેરા’ના ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ જણાવ્યું છે કે રણબીર કપૂરે પોતાના પાત્રને મેન્ટલી અને ફિઝિકલી શાનદાર દેખાડવા માટે સખત મહેનત કરી છે. આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ૨૨ જુલાઈએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી કાલ્પનિક શહેર કાઝા પર આધારિત છે જ્યાંના લોકો ગુલામીભર્યું જીવન વિતાવવા માટે વિવશ છે. ફિલ્મમાં શુદ્ધ સિંહનું પાત્ર ભજવનાર સંજય દત્ત લોકો પર ખૂબ જુલમ ગુજારે છે. ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં દેખાશે. વાણી કપૂર પણ લીડ રોલમાં છે. રણબીરના લુક વિશે કરણ મલ્હોત્રાએ કહ્યું કે ‘રણબીરે ફિલ્મમાં શમશેરા અને બલ્લી આ બન્ને રોલ ભજવવા માટે સખત મહેનત કરી છે. તેને ફિઝિકલી સુદૃઢ દેખાડવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે તે જેટલી પણ વખત સ્ક્રીન પર આવે તો અમે દર્શકોને તેની આંતરિક સ્ટ્રેંગ્થ દેખાડવા માગીએ છીએ. એથી એ જ વાતને દિમાગમાં બેસાડીને મેં રણબીરને બૉડી બનાવવા માટે કુશળતાથી આગળ ધપાવ્યો, જે તેના કૅરૅક્ટરને વધુ સ્ટ્રેંગ્થ આપશે. રણબીરના ફિઝિક તરફ લોકોનું ધ્યાન ખેંચવાનું અમારું ધ્યેય નહોતું, પરંતુ એ એના પાત્રની જ ધરોહર બને એ અમારી મકસદ છે. એથી હું પૂરા આત્મવિશ્વાસથી એટલું જરૂર કહીશ કે રણબીરે પોતાનાં બન્ને પાત્રોમાં તેની મેન્ટલ અને ​​ફિઝિકલ હાજરીને વધુ સચોટ બનાવવા માટે અથાક પરિશ્રમ કર્યો છે. આ જ કારણ છે કે ‘શમશેરા’ની દરેક ફ્રેમમાં તે અદ્ભુત દેખાય છે અને એમાં તેની સ્ટ્રેંગ્થ પણ દેખાઈ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here