કરિશ્મા તન્ના ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન રિવાજથી લગ્ન કરશે

0
684

કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન પ્રથા પ્રમાણે લગ્નગ્રંથિથી બંધાવાનાં છે એવી ચર્ચા ચાલી રહી છે. વરુણ મૂળ કર્ણાટકના મૅન્ગલોરનો છે. વરુણ મુંબઈમાં બિઝનેસમૅન છે. આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે. ચાર ફેબ્રુઆરીએ મેંદી અને સંગીત સેરેમની થવાની છે. હલ્દી અને લગ્ન પાંચ ફેબ્રુઆરીએ થવાનાં છે. કરિશ્માની ઍક્ટ્રેસ ફ્રેન્ડે માહિતી આપી હતી કે કરિશ્મા ઘણા સમયથી તેનાં લગ્ન માટે આઉટફિટ્સની તૈયારી કરી રહી હતી. એથી તેણે ગોલ્ડ એમ્બ્રૉઇડરીવાળી પિન્ક કાંજીવરમ સાડી પોતાના માટે ખરીદી છે. સાથે જ સાઉથ ઇન્ડિયન જ્વેલરી પણ તેણે લીધી છે. એ સાડી તે તેની વિદાય દરમ્યાન પહેરવાની છે. આ બન્નેની ઇચ્છા તો ભવ્યતાથી લગ્ન કરવાની હતી, પરંતુ કોવિડના નિયમોને કારણે હાલની સ્થિતિમાં એ શક્ય નથી. એથી લગ્નમાં માત્ર નજીકના પરિવાર અને ફ્રેન્ડ્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here