કર્ણાટક જ્ઞાન અને કલાનું કેન્દ્ર, ભારતે રાષ્ટ્રશક્તિને વધારવાનું કામ કર્યુ: PM મોદી

0
263

વડાપ્રધાને કહ્યું કે દેશ નવા સંકલ્પોની સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું ભારત યુવાઓનો દેશ છે. દુનિયાના મુકાબલે હિન્દુસ્તાનમાં સૌથી વધારે યુવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકના હુબલીમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘટાન કર્યુ. આ દરમિયાન તેમને કહ્યું કે કર્ણાટક જ્ઞાન અને કલાનું કેન્દ્ર છે. કર્ણાટક સંગીતની મહાન વિભૂતીઓની જન્મભૂમિ છે. તેમને કહ્યું કે યુવાનોને પોતાના કર્તવ્યને સમજતા દેશને આગળ વધારવાનો છે. સ્વામી વિવેકાનંદ યુવાઓ માટે પ્રેરણા છે.