કાબુલથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી 16 કોરોના પોઝિટિવ

0
523

અફઘાનિસ્તાનથી રેસ્ક્યૂ કરીને ભારત પાછા લાવવાનું મિશન સતત ચાલુ છે. મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પાછા ફરેલા કુલ 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. મળતી માહિતી મુજબ કાબુલથી પવિત્ર ‘ગુરુગ્રંથ સાહિબ’ની 3 નકલો લઈને પાછા ફરેલા ત્રણ ગ્રંથી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે આ તમામ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી.

કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ તમામ 78 લોકોને હાલ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને અન્ય નેતાઓ, અધિકારીઓ પણ આ તમામના સંપર્કમાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના કાબુલથી સતત ભારતીય વાયુસેનાના વિમાનોથી લોકોને દેશ પરત લાવવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય નાગરિકોની સાથે સાથે અફઘાની નાગરિકો પણ સામેલ છે. આ જ કડીમાં ગઈ કાલે 78 લોકોને લાવવામાં આવ્યા હતા. જેમની સાથે ગુરુગ્રંથ સાહિબની ત્રણ નકલો પણ કાબુલથી પાછી લાવવામાં આવી.

ભારત અત્યાર સુધીમાં 500થી વધુ લોકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત પાછા લાવવામાં આવ્યા છે. એમ્બેસીમાં કામ કરનારા સ્ટાફનું અગાઉ કાબુલથી રેસ્ક્યૂ થઈ ચૂક્યું છે. ભારત દરરોજ બે વિમાનમાં લોકોને લાવવાની કામગીરીમાં લાગ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here