કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’નું ટ્રેલર રિલીઝ….!!!!!!

0
649

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન પત્રકાર અર્જુન પાઠકના રૂપમાં ડિજિટલ ધમાકો કરવા માટે તૈયાર છે. રામ માધવાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધમાકા’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે, જેમાં કાર્તિકના ટ્રાન્સફોર્મેશનથી ફેન્સ આશ્ચર્યમાં મૂકાયા છે. રસપ્રદ વાત એ છે કે કાર્તિક છેલ્લા ઘણા સમયથી રોમેન્ટિક-કોમેડી જોનર પર રાજ કરી રહ્યો છે, એવું લાગે છે કે ‘ધમાકા’ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે.

કાર્તિકનો નવો અવતાર સામે લાવતાં ટ્રેલરે દર્શકોને દરેક વસ્તુની ઝલક આપી છે જે તમને ફિલ્મમાં જોવા મળશે અને અભિનેતાના સંપૂર્ણ નવા પાસાનો પરિચય પણ આપ્યો છે. ‘ધમાકા’માં કાર્તિક એક નિષ્ઠુર પૂર્વ ન્યૂઝ એન્કરની ભૂમિકા ભજવે છે. તેના રેડિયો શો પર એક અલાર્મિંગ કોલ આવે છે અને તેને કારકિર્દીમાં પુનરાગમનની તક દેખાય છે. જો કે, તેનું નુકસાન ભારે થવાનું છે.

એક સારી ઇમ્પેક્ટ પેદા કરતાં ટ્રેલરે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે. ટ્રેલરમાં અભિનેતાનો લુકને ઘણી પ્રશંસા મળી રહી છે અને તેવી રીતે જ તેના અભિનયમાં પણ બદલાવ આવ્યો છે.

રામ માધવાણી તેમના કલાકારોમાં શ્રેષ્ઠ લાવવા માટે જાણીતા છે અને ‘ધમાકા’નું ટ્રેલર જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે આ કાર્તિક આર્યનનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here