કાશ્મીર મુદ્દે બિલાવલ ભુટ્ટોને એસ. જયશંકરનો જડબાતોડ જવાબ

0
318

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો  બે દિવસ ભારતની ધરતી પર રોકાયા બાદ પોતાના દેશ પરત ફર્યા છે. બિલાવલ ભુટ્ટો શાંઘાઈ કૉઓપરેશન ઑર્ગેનાઈઝેશનના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ગોવા આવ્યા હતા, પરંતુ પાકિસ્તાનની આદત પ્રમાણે તેઓ અહીં પણ કાશ્મીર  મુદ્દો  ઉઠાવવાનું ભૂલ્યા ન હતા. બિલાવલે એક ઈન્ટરવ્યુમાં કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો અને તેને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે ન મળવા પાછળનું કારણ ગણાવ્યું. તે જ સમયે, ભારતના વિદેશ પ્રધાન જયશંકરે બિલાવલને ટોણો માર્યો અને તેમને ઊંઘમાંથી જાગવાની સલાહ આપી.