કિંગ ખાનની પુત્રી સુહાના લક્સ સાબુની નવી બ્રાન્ડ એમ્બેસેડર….

0
244

હોલીવુડથી લઇને બોલીવુડ સ્ટારે લક્સ સાબુનો ખૂબ ઉપયોગ કર્યો. કોઇએ ટબમાં બેસીને શરીર પર લક્સ સોપને લગાવ્યો તો કોઇએ પોતાની સ્કીન પર આ સાબુને એવી રીતે મસળ્યો કે આ સોપ લોકોનો ફેવરિટ બની ગયો. આ લક્સ બ્રાંડ (Lux) ને 100 વર્ષ પુરા થઇ ગયા છે. આ ખાસ અવસર પર લક્સને પોતાના વર્ષો જૂના સાબુને ફરી એકવાર ફ્રેશ ફેસ આપ્યો છે. આ ફેસ બીજું કોઇ નહી શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના છે. જી હાં. તમે બરોબર વાંચ્યું. કિંગ ખાનની પુત્રી આ લક્સ સાબુની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની ગઇ છે. ફોટામાં જુઓ સુહાના ખાને આ ઇવેન્ટમાં પર્પલ ડ્રેસમાં શું કહેર વર્તાવ્યો. લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનતાં જ સુહાના ખાન લક્સની ઇવેંટમાં પહોંચી. આ ઇવેન્ટમાં એક્ટ્રેસે ડાર્ક પર્પલ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ જેવી જ આ ઇવેન્ટમાં આવી તો તેમનો લુક મિનિટોમાં છવાઇ ગયો.