પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે કુલભૂષણ જાધવને પાકિસ્તાન સરકાર આજે સોમવારે કૉન્સ્લયુલર એક્સેસ આપશે.એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ હજુ સુધી ભારત તરફથી પાકિસ્તાન સરકારના કૉન્સ્યુલર એક્સેસના પ્રસ્તાવનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.2017માં પાકિસ્તાનની એક સૈન્ય અદાલત દ્વારા કુલભૂષણ યાદવને ફાંસીની સજા બાદ આ પ્રથમ વખત કૉન્સ્યુલર એક્સેસ આપવામાં આવી રહ્યું છે.
Pakistan Ministry of Foreign Affairs: Consular access to Kulbhushan Jadhav will be provided tomorrow, in line with Vienna Convention on Consular relations, International Court of Justice (ICJ) judgement & the laws of Pakistan. pic.twitter.com/W0B15wGKbe
— ANI (@ANI) September 1, 2019