Home Hot News કેનેડા જવા માગતા ભારતીયો માટે રાહતના સમાચાર, 10 શહેરોમાં ચાલુ રહેશે વિઝા...

કેનેડા જવા માગતા ભારતીયો માટે રાહતના સમાચાર, 10 શહેરોમાં ચાલુ રહેશે વિઝા એપ્લિકેશનના કેંદ્રો

0
360

ollow Us

ભારત અને કેનેડાના સંબંધોમાં આવેલી ખટાશ બાદ કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાંથી નીકળી જતાં વિઝાની પ્રક્રિયા ધીમી થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, VFS ગ્લોબલે સ્પષ્ટતા કરી હતી કે, ચિંતા કરવાની જરૂર નથી. 10 મોટા શહેરોમાં તેના સેન્ટરોમાં વિઝાનું કામ નિયમિતપણે ચાલુ રહેશે. કેનેડા અને ભારત વચ્ચે શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતે કેનેડાને પોતાના વધારાના ડિપ્લોમેટ્સને ભારતમાંથી હટાવી લેવાની સૂચના આપી હતી. જે બાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતીયોને કેનેડાના વિઝા મળવાની પ્રક્રિયા ધીમી થઈ જશે. જોકે, વિઝા સેવા આપતી VFS ગ્લોબલે સ્પષ્ટ કર્યું છે કે, ડિપ્લોમેટ્સની સંખ્યા ઘટવાથી તેના કામકાજ પર કોઈ અસર નહીં થાય. VFS ગ્લોબલનું કહેવું છે કે, દેશના 10 મોટા શહેરોમાં તેના વિઝા એપ્લિકેશન સેન્ટર રાબેતા મુજબ ચાલતા રહેશે. વીએફએસ ગ્લોબલના આ કેંદ્રો દિલ્હી, જાલંધર, ચંડીગઢ, મુંબઈ, અમદાવાદ, બેંગાલારુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને પૂણેમાં આવેલા છે.