કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી

0
738

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાતમાં લોકડાઉન સહિત અનેક મુદ્દા પર ચર્ચા થઈ. આ બેઠક દરમિયાન પીએમઓ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર હતા.

પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વચ્ચે આજે ફરીથી આશરે એક કલાક સુધી મીટિંગ ચાલી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, પીએમ મોદી સાથે થયેલી બેઠકમાં મોદી સરકાર-2ના એક વર્ષ પૂરા થવા પર પણ ચર્ચા થઈ. શુક્રવારે પણ બંને નેતા વચ્ચે આશરે બે કલાક સુધી બેઠક થઈ હતી. આવતીકાલે લોકડાઉન 4.0નો અંતિમ દિવસ હોવાથી આજની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ પૂરો થાય છે. લોકડાઉન 4.0 18 મેથી 31 મે સુધી લાગુ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here