કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેના સંબંધ વધુ મજબુત બનાવાશે

0
1110

કોરાના સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરી રહ્યાં છે. આ દરમિયાન મુખ્યમંત્રીઓ સાથે વિવિધ રાજ્યોએ કરેલા ઉપયોની ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય કોરોનાને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પણ માહિતી અપાઈ રહી છે. આ પહેલા વડાપ્રધાન મોદી ઘણા સેકટરના લોકોની સાથે કોરોનાના સંકટ પર ચર્ચા કરી ચુક્યા છે.
મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી આમ જનતા સુધી જરૂરી સામાન પહોંચાડવા અને તેના માટે કરવામાં આવેલી વ્યવસ્થા પર વાત કરી શકે છે. સાથે જ પીએમ મોદી તમામ મુખ્ય મંત્રીઓ સાથે લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવી શકે છે. સાથે જ રાજ્યોને અપીલ કરવામાં આવી શકે છે કે જે રાજ્યોના જમાતના લોકો ગયા છે, તે તમામ લોકોને ઝડપથી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવે.કોરોનાવાઈરસને લઈને પીએમ નરેન્દ્ર મોદી તમામ રાજ્યોની મેડિકલ સેવાઓ અંગે માહિતી લેશે અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારોને શું વિશેષ મદદ જોઈએ છે તેની પણ માહિતી લેવામાં આવશે. સંકટના સમયમાં પીએમ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેના સંબંધ વધુ મજબુત બનાવવા પર ભાર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here