કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : નોકરી ગુમાવનાર લોકોને 2022 સુધી મળશે PF

0
424

કોરોના મહામારીના કારણે નોકરી ગુમાવનાર લોકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જે લોકોએ આ મહામારી દરમિયાન પોતાની નોકરી ગુમાવી છે તે બધાના ઇપીએફઓએકાઉન્ટમાં સરકાર 2022 સુધી પીએફ અંશદાન જમા કરશે. વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જે લોકોનું ઇપીએફઓમાં રજિસ્ટ્રેશન હશે તે લોકોને જ આ સુવિધાનો લાભ મળી શકશે. વિત્ત મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તે લોકો માટે 2022 સુધી નિયોક્તાની સાથે-સાથે કર્મચારીના પીએફ ભાગનું ભુગતાન કરશે. જેમણે પોતાની નોકરી ગુમાવી દીધી છે, જોકે તેમને ઔપચારિક ક્ષેત્રમાં નાના પ્રમાણમાં નોકરીઓમાં કામ કરવા માટે ફરીથી બોલાવવામાં આવ્યા છે. આ યૂનિટ્સનું ઇપીએફઓ રજિસ્ટ્રેશન થવા પર જ સુવિધા આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here