ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટનનો ભાર ઉતરતા હવે હું ઘણો મુક્ત હોવાનો અનુભવ કરું છું તેમ જોઝ બટલરે જણાવ્યું હતું. ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટનના મતે અગાઉ સુકાની તરીકેનો સમયગાળો પડકારજનક હતો અને હવે હળવાશ તથા સ્પષ્ટ માનસિકતા સાથે હું આઈપીએલમાં રમી રહ્યો છું. વિકેટકીપર બેટ્સમેન જોઝ બટલર આઈપીએલની આ સિઝનમાં નવી ફ્રેન્ચાઈઝ ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યો છે.
આઈપીએલ અગાઉ તેના ફોર્મ અને બદલાવને લઈને તેના પર સવાલો ઉઠ્યા હતા પરંતુ તેણે આઈપીએલમાં ટાઈટન્સ તરફથી બે સદી ફટકારીને ટીકાકારોને જવાબ આપ્યો છે. બટલરના આઈપીએલમાં અત્યાર સુધીમાં 166 રન થયા છે અને અણનમ 73 રન તેના સર્વાધિક છે. બટલરે ઉમેર્યું કે, હવે ઘણી હળવાશ અનુભવું છું, સુકાની તરીકે જ્યારે તમે ઈચ્છા મુજબ પરિણામ લાવી શકતા નથી તો તેને ભાર ઘણો સહન કરવો પડે છે. તમે તે તરફ વધુ વિચારવા લાગો છો અને તેને સુધારવા પ્રયાસ કરો છો.
પરિણામે તમારા દેખાવ પર પણ તેની અસર પડતી હોય છે. હવે ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકેની જવાબદારીમાંથી હું મુક્ત થયો છું જેથી સ્પષ્ટ માનસિકતા સાથે દરેક મેચમાં રમવા ઉતરું છું. અગાઉ બટલર ઓપનરની ભૂમિકામાં જોવા મળતો હતો પરંતુ હવે તે ઈંગ્લેન્ડ તથા ગુજરાત ટાઈટન્સ બંને તરફથી ત્રીજા ક્રમે રમવા ઉતરે છે. હું આ નવી જવાબદારીને લઈને અનુકૂળ છું.