કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા

0
77

આજે ગુરુવારે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીનો ત્રીજો દિવસ છે, પરંતુ હજુ સુધી બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી નથી. દરમિયાન આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાડ્રાએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા હતા.જ્યારે પ્રિયંકા ગાંધી હોદ્દા અને ગોપનીયતાના શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમના ભાઈ રાહુલ અને માતા સોનિયા પણ ત્યાં સાંસદ તરીકે હાજર હતા.આ દરમિયાન તેમનો પુત્ર અને પુત્રી રેહાન વાડ્રા અને મિરાયા વાડ્રા સંસદ પહોંચ્યા હતા. “હું ખૂબ જ ખુશ છું,” કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની માતા અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીએ તેમના સાંસદ તરીકે શપથ લીધા પહેલા કહ્યું હતું.લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રિયંકા ગાંધીનું નામ બોલાવતા જ તેઓ પોતાના હાથમાં બંધારણની પુસ્તક લઈને પહોંચ્યા અને શપથ લીધા. વાયનાડમાં પ્રિયંકાએ રાહુલ ગાંધીએ ખાલી કરેલી સીટ પર વાયનાડ પેટાચૂંટણીમાં 4 લાખથી વધુ મતોથી જીત મેળવી છે. આ રીતે ગાંધી પરિવારના ત્રણ લોકો આજથી સંસદમાં જોવા મળશે.