કોમની લાગણી દુભાય તેવા વોટ્સએપ પર મેસેજ કરનારની અટકાયત

0
590

કોરોના વાઈરસના ચેપનો ફેલાવો અટકાવવા માટે વડાપ્રધાન દ્વારા 14 એપ્રિલ સુધી લોકાઉડનની જાહેરાત કરાય છે. લોકડાઉન દરમિયાન અફવા અને વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ કરનાર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ રાજ્ય પોલીસ વડા તરફથી આપવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગર ક્રાઈમબ્રાન્ચે વોટ્સએપના માધ્યમથી હિન્દુ-મુસ્લિમ કોમની લાગણી દુભાય તેવા મેસેજ કરનાર શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગતો અનુસાર, કલોલ વિસ્તારમાં લોકડાઉનના અમલ અંગે પોલીસકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે દમરિયાન તેમને બાતમી મળી હતી કે કલોલ હાઈવે રોડ, ગાયત્રી મંદિર સામે ઇન્દ્રલોક સોસાયટીમાં રહેતા પ્રિયંક પટેલ દ્વારા કોરોના વાઈરસ અંગે ભય ફેલાવતા અને હિન્દુ તથા મુસ્લિમ કોમ વચ્ચે તણાવ ઉભો થાય અને લાગણી દુભાય તેવા મેસેજ વોટ્સએપ માધ્યમથી ફોરવર્ડ કરવામાં આવી રહ્યાં છે. જે અંગે તપાસ કરતા તેના મોબાઈલમાંથી અન્ય વોટ્સએપ ગ્રૃપમાં આ પ્રકારના મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી. જેથી પોલીસે તેનો મોબાઈલ કિંમત રૂ. 10 હજારને કબજે કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here