કોરોનાના નવા વેરિએન્ટ BA.2.86 થી દુનિયામાં ડરનો માહોલ…

0
147

વિશ્વ આરોગ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ કોરોનાના બાકી બીજા વેરિએન્ટથી વધુ મ્યૂટેટ કરવાની ક્ષમતા રાખે છે. આ વેરિએન્ટ કેટલાક દેશમાં જોવા મળ્યો છે, જેમાં ડેનમાર્ક અને ઇઝરાયલ સામેલ છે.

Corona BA.2.86: સમગ્ર વિશ્વ જે કોરોનાને કારણે ઉથલ-પાથલના સમયમાં હતું તે કોરોના સતત પોતાનું સ્વરૂપ બદલીને સામે આવતો રહે છે. આ કડીમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી છે. હકીકતમાં કોરોનાના નવા વેરિએન્ટનું નામ ઓમિક્રોન બીએ.2.86 છે. WHO એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ કોરોનાના બાકી બીજા વેરિએન્ટથી વધુ મ્યૂટેટ કરવાની ક્ષમતા છે. આ વેરિએન્ટ કેટલાક દેશોમાં જોવા મળ્યો, જેમાં ડેનમાર્ક અને ઇઝરાયલ સામેલ છે. આ વેરિએન્ટનો પ્રથમ કેસ ઇઝરાયલમાં સામે આવ્યો છે.

હકીકતમાં વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું કે નવા વેરિએન્ટમાં ઝડપથી મ્યૂટેટ કરવાની ક્ષમકા છે, તેના કારણે તેને મોનિટર કરવામાં આવી રહ્યો છે. WHO આ વેરિએન્ટને વધુ ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તે જણાવવામાં આવ્યું કે તેના પ્રસારની ટ્રિક સમજવા માટે વધુ ડેટાની જરૂર છે, જેના પર કામ ચાલી રહ્યું છે. તો અમેરિકાની ટો ડિઝીસ કંટ્રોલ એજન્સી કોરોનાના ઝડપથી મ્યૂટેટ કરનાર એક વેરિએન્ટને ટ્રેક કરી રહી છે. CDC તેના વિશે વધુ જાણકારી મેળવી રહી છે.