કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાયો

0
411
Passanger airplane flying above clouds in evening.

કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે કોમર્શિયલ પેસેન્જર ફ્લાઈટનું સસ્પેન્શન લંબાવવામાં આવ્યું છે. ભારત સરકારે બુધવારે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી સુધી લંબાવ્યું છે. અગાઉ કેન્દ્રએ 31 જાન્યુઆરી સુધી દેશમાં આવતી-જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. DGCA એ તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ફ્લાઈટ્સ સસ્પેન્ડની અસર કાર્ગો અને ડીજીસીએની મંજૂરી વાળી ફ્લાઇટ્સ પર નહીં પડે.નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન પર લાગુ થશે નહીં. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બબલ એગ્રીમેન્ટ હેઠળ ચાલતી ફ્લાઈટ્સ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

નોંધનીય છે કે, કોવિડ -19 મહામરીને કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આવતી-જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે, જુલાઈ 2020થી લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here