કોરોના સંક્રમણ સામે સાવચેતી એ જ ઉપાય : ઉપયોગી માહિતી 

0
1908

કોરોનાના પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં કેટલીક ખોટી માન્યતાઓ અને અફવાઓએ જોર પકડ્યું છે. માણસ – માણસ વચ્ચેના
સંપર્કથી જ આ રોગ ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકજાકૃતિ માટે જે ગાઈડલાઈન નક્કી કરી છે એનો અમલ અને કેટલીક બાબતોમાં
સાવચેતી એ જ કોરોના સામે બચાવનો ઉત્તમ ઉપાય છે. કોરોના વાઇરસના લક્ષણોમાં દુઃખાવો, શરીરમાં ધ્રુજારી, ગળાનો દુઃખાવો અને શ્વાસની તકલીફ મુખ્ય છે. આ લક્ષણો જણાય તો તુરત જ સરકારી હોસ્પિટલો ખાતે સારવાર લેવાની જરૂર છે.

દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. અમદાવાદ રાજકોટ, વડોદરા અને સુરત બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ એક
પોઝીટીવ કેસ સાથે કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ભીડમાં જવાનું ટાળીને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને
કેન્દ્ર તથા રાજ્ય સરકારના દિશા નિર્દેશ – ગાઈડલાઈનને અનુસરીને વ્યક્તિગત સુરક્ષાના પગલાંનો અમલ કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here