કોલકાતામાં રેસિડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં ડૉક્ટરો હડતાળ પર છે. ઓપીડી, રૂટિન સર્જરી અને અન્ય રૂટિન સેવાઓ બંધ રહેશે.પશ્ચિમ બંગાળના કોલકાતામાં ડોક્ટરની હત્યાના વિરોધમાં આજે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો હડતાળ પર છે. AIIMS અને RMLના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. સિનિયર તબીબોએ ચાર્જ સંભાળી લીધો છે. દિલ્હીની ચાર કેન્દ્રીય સરકારી હોસ્પિટલોમાં 40 હજારથી વધુ દર્દીઓ આવે છે. તો દિલ્હી સરકારની 38 હોસ્પિટલોમાં 42 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. આ તમામ હોસ્પિટલોમાં એક હજારથી વધુ તબીબો હડતાળ પર છે.રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનનું કહેવું છે કે માત્ર ઈમરજન્સી સેવાઓ જ ઉપલબ્ધ રહેશે. ઓપીડી, વૈકલ્પિક સર્જરી, વોર્ડ સેવાઓ, લેબ ટેસ્ટ અને અન્ય કાર્યોમાં ડોકટરો મદદ કરશે નહીં. કોલકાતામાં જીવ ગુમાવનાર ડૉક્ટરને ન્યાય ન મળે ત્યાં સુધી દેશભરની સેવાઓ પ્રભાવિત રહેશે.