કોલકાત્તા રેપ કેસ માં સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજુ ….

0
246

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલાને લઈને લોકોમાં ગુસ્સો છે. આ કેસમાં આરોપીઓથી લઈને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સુધી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. CBIએ આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી તપાસ ક્યાં સુધી પહોંચી છે.કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં, CBI અને પશ્ચિમ બંગાળ સરકારે હત્યા અને હોસ્પિટલમાં તોડફોડની અત્યાર સુધીની તપાસ પર પોતાનો અહેવાલ દાખલ કર્યો છે. બંને રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા ઘટના પર આજે યોજાનારી સુનાવણીમાં માત્ર સીબીઆઈ જ નહીં બંગાળ સરકારે પણ સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં 14મી ઓગસ્ટની રાત્રે થયેલી તોડફોડની તપાસ અંગે સરકારે આ અહેવાલ રજૂ કર્યો છે.