દેશમાં શ્વાસ સંબંધિત બીમારીઓનું એક મોટું સંકટ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. જાણો વિશેષજ્ઞોએ વધુમાં શું કહ્યું. છેલ્લા કેટલાક સમયથી મોટાભાગનું ઉત્તર ભારત વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવેલું છે. દિલ્હી એનસીઆરની હવા જાણે ઝેરી બની ગઈ છે અને હવાની ગુણવત્તાના સ્તરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં પારો ગગડતા સ્થિતિ વધુ કથળી છે. વિશેષજ્ઞોએ પણ હવે તો આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે કોવિડ 19 મહામારી બાદ વાયુ પ્રદૂષણ ભારત માટે સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે. બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના શ્વસન રોગના વિશેષજ્ઞ ચેતવણી ઉચ્ચારી છે કે જો તરત નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો સ્થિતિ બગડતી જશે.






