કોહલીએ ઑસ્ટ્રેલિયાની ડે-નાઇટ ટેસ્ટ રમવાની ચૅલેન્જ સ્વીકારવી જોઈએ:ગંભીર

0
1566

ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું કહેવું છે કે વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાની ડે-નાઇટ ટેસ્ટ રમવાની ચૅલેન્જનો સ્વીકાર કરવો જોઈએ. બંગલા દેશ સામે ભારત ઈડન ગાર્ડન્સમાં પહેલી વાર પિન્ક બૉલ ટેસ્ટ મૅચ રમ્યું હતું.આ ટેસ્ટ બાદ ઑસ્ટ્રેલિયા સામે રમવા વિશે પૂછતાં કોહલીએ કહ્યું હતું કે આ પ્રકારની ટેસ્ટ મૅચ પહેલાં પ્રૅક્ટિસ મૅચ હોવી જરૂરી છે.

જોકે હાલમાં જ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટિમ પેઇને કહ્યું હતું કે મને ઇન્ડિયા સાથે ડે-નાઇટ મૅચ રમવાનું ગમશે. આ વિશે પોતાનું મંતવ્ય જણાવતાં ગંભીરે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટિમ પેઇનીને ડે-નાઇટ ટેસ્ટ મૅચ માટે વિરાટ કોહલીને ચૅલેન્જ આપી છે એ મને ગમી છે. કોહલીને હું ઓળખું છું એ મુજબ તે આ ચૅલેન્જથી નહીં ભાગે. તે ભાગે પણ શું કામ? ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેન અથવા તો મેલબર્નમાં પિન્ક બૉલથી ડે-નાઇટ ટેસ્ટ મૅચ જોવાનો અનોખો ઉત્સાહ હશે. ટિમ પેઇનને વિરાટ કોહલીએ શું જવાબ આપ્યો એની મને ખબર નથી, પરંતુ જો હું તેની જગ્યાએ હોત તો સીધું કહ્યું હોત કે મૅચ મોડી રાતે રમાડવામાં આવે એ માટેની તૈયારી બરાબર કરજો, કારણ કે અમે તૈયાર છીએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here