ક-7થી ક-5 અને ખ-7થી ખ-5 સુધીનો રોડ 6 મહિના બંધ

0
268

ગાંધીનગરમાં ડ્રેનેજ નેટવર્કની બીજા તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી આ કામગીરીને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ રસ્તા બંધ કરવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા મુજબ નવી ગટરલાઇન નાખવાની કામગીરીને પગલે 27 માર્ચ 2024થી 22 સપ્ટેમ્બર 2024 સુધી ક-7થી ક-5 તરફ જતો ડી માર્ટ તરફનો રોડ બંધ કરવામાં આવશે. આ તરફના વાહનો રોડની એક સાઇડ સિંગલ લેનમાં ડાઇવર્ટ કરવામાં આવશે. તે જ રીતે ખ-7 સર્કલથી ખ-5 સર્કલ સુધીનો ડાબી તરફનો માર્ગ બંધ કરવામાં આવશે જ્યારે સામેના રોડ પર સિંગલ લેનમાં વાહનોને ડાયવર્ટ કરવાના રહેશે. આ પ્રકારે લીલા હોટેલથી ક-5 સુધીના માર્ગ પર પણ ગટરલાઇનનું કામ હાથ ધરવાનું હોવાથી તે માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.