Home Gandhinagar ખેડૂતોનું ધિરાણ પરત કરવાની તારીખ 2 મહિના વધારવામાં આવી

ખેડૂતોનું ધિરાણ પરત કરવાની તારીખ 2 મહિના વધારવામાં આવી

0
587

ખેડૂતો અંગો મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, કોરોનાના કારણે રાજ્યમાં વેપાર ધંધા બંધ છે. રાજ્યના ખેડૂતો પાસે માલ છે પરંતુ તેઓ વેચી શકતા નથી કારણ કે, યાર્ડ પણ બંધ છે. તેવામાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલુ ધિરાણ પરત કરવાનું હોય છે. પરંતુ માલ વેચાતો ન હોવાથી ખેડૂત પાસે ધિરાણ પરત કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેને ધ્યાને લઇને ખેડૂતોનું ધિરાણ પરત કરવાની તારીખ 2 મહિના વધારવામાં આવી છે. આ બે મહિના દરમિયાન ધિરાણ પર 7 ટકા લેખે વ્યાજ સરકાર ચૂકવશે.

NO COMMENTS