‘ગદર 2’ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ…

0
301

જ્યારે સની દેઓલની  ‘ગદર: એક પ્રેમ કથા’  2001માં થિયેટર્સમાં દસ્તક આપી હતી, ત્યારે દર્શકો થિયેટરોની બહાર ઉમટી પડ્યા હતા. ગદર જોવા માટે લોકો ટ્રકમાં, ટ્રેક્ટરમાં, જે મળ્યું તે વાહનમાં બેસીને થિયેટર્સ સુધી પહોંચી ગયા હતા. હવે 22 વર્ષ પછી, તારા સિંહ તેની લેડી લવ સકીના સાથે ‘ગદર 2’સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે.

ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં સની દેઓલ ફરી એકવાર એંગ્રી યંગ મેનના અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર  રિવિલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. જે દર્શાવે છે કે દર્શકો તારા સિંહ અને સકીનાને ફરી એકવાર સાથે જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે.