ગલવાન વેલીમાં ભારતીય સૈન્યએ ધ્વજ ફરકાવી ચીનને ‘જેવા સાથે તેવા’ નો જવાબ આપ્યો

0
348

ચીનના સૈનિકોએ ગલવાન વેલીમાં પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોવાના અહેવાલ આવ્યાના ત્રણ દિવસ બાદ ભારતના સૈનિકોએ પૂર્વ લડાખની આ ગલવાન વેલીમાં વિશાળ ત્રિરંગો ફરકાવ્યો હોવાના ફોટાગ્રાફ બહાર આવ્યા હતા. ભારતના સુરક્ષાતંત્રના સૂત્રોએ આ ફોટો જારી કર્યા હતા અને તેમાં ભારતના સૈનિકોએ નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. આ ફોટોથી ભારતે ‘જેવા સાથે તેવા’ની નીતિનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.અરુણાચલના સાંસદ કિરણ રિજિજુએ પણ નવા વર્ષ 2022ના પ્રસંગે ગલવાન વેલીમાં ભારતના બહાદુર સૈનિકોના કેપ્શન હેઠળ ત્રણ ફોટો પણ ટ્વીટર પર પોસ્ટ કર્યા હતા.
ભારતીય સૈન્યના જાંબાઝ જવાનોએ લદાખના ગલવાનમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી ચાઈનીઝ ડ્રેગનને તેની જ ભાષમાં જવાબ આપ્યો હતો. ચીનના સૈનિકોએ ગલવાન વેલીમાં પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોવાના અહેવાલને પગલે દેશભરમાં હોબાળો મચ્યાના ત્રણ જ દિવસમાં ભારતીય સૈન્ય દ્વારા ગલવાનમાં તિરંગો લહેરાવી નવા વર્ષની ઉજવણી કરાઈ હોવાની તસવીરો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here