ગાંધીનગર(ઉ) મતદાર વિભાગના દિવ્યાંગ મતદારો તેમજ ૮૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સાર્વજનિક વાહનની સુવિધા કરાશે

0
203

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગનું મતદાન તા.૦૫ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. ત્યારે મતદાનના દિવસે ગાંધીનગર(ઉત્તર) મત વિસ્તારમાં ૪૦ ટકા કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા અને ૮૦ વર્ષ કે તેથી ઉપરના વયોવૃદ્ધ, અશક્ત મતદારો માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સાર્વજનિક વાહન વ્યવસ્થા કરવામાં આવી છે, તેવું ગાંધીનગર (ઉ)ના ચૂંટણી અધિકારી શ્રી બ્રિજેશ મોડિયાએ જણાવ્યું છે.
આ અંગે શ્રી મોડિયાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન વધે તેવા ઉમદા આશયથી ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત દિવ્યાંગ અને ૮૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ ખાસ વાહનની સુવિધા કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં જે મતદારો ગાંધીનગર(ઉ) વિભાગમાં મતદાન કરવાના છે. તેવા દિવ્યાંગ, ૮૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના વયોવૃદ્ધ, અશક્ત મતદારો માટે સાર્વજનિક વાહનની સુવિધા કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવા ઇચ્છતા આવા મતદારોએ તા. ૦૩/૧૨/૨૦૨૨ અને તા. ૦૪/૧૨/૨૦૨૨ ના રોજ સવારના ૧૧.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમ્યાન ફોન નંબર- ૦૭૯ ૨૩૨ ૫૯૦૭૪ પર સંપર્ક કરીને પોતાનું નામ, મોબાઇલ નંબર, મતદાનનું સ્થળ, ભાગ નંબર, એપિક નંબર સહિતની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત, આવા મતદારો https://www.nvsp.in/Home/KnowBoothNofficers લિંક ઉપર પણ પોતાના નામની નોંધણી કરાવી શકશે.