ગાંધીનગરના ઘ-3 થી ઘ-5 તરફનો માર્ગ એક સપ્તાહ માટે બંધ 

0
221

શહેરના ઘ-4 અન્ડરપાસની ખામીયુક્ત જાળી બદલવાનો નિર્ણય આખરે મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા લેવામાં આવ્યો છે. અન્ડરપાસ ખુલ્લો મૂકાયો ત્યારથી જ જાળી વારંવાર તૂટવાની ફરિયાદો આવતી હતી, વાહનચાલકોને પણ મુશ્કેલી પડતી હતી. આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાળી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી માટે 26 જૂનથી 2 જુલાઇ સુધી ઘ-3થી ઘ-5 તરફનો એકતરફી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાનું જાહેર કર્યું છે. આ સમય દરમિયાન અન્ડરબ્રિજની જાળી બદલીને નવી ડિઝાઇનની જાળી નાખવામાં આવશે.ગ-4ના અન્ડરપાસમાં જાળીની સમસ્યા નથી. આ જાળી ઘ-4ના પ્રમાણમાં નાની હોવાથી અને તેમાં કોઇ મુશ્કેલી આવી નહીં હોવાનું અધિકારીઓને જણાયું છે. તેમાં પાણી પણ આસાનીથી નીચેની ડ્રેનેજમાં જતું રહે છે. આથી ઘ-4ની જાળી પણ ગ-4ના અન્ડરબ્રિજ જેવી ડિઝાઇનની બનાવીને નાખવામાં આવશે.આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન કેચમેન્ટની સફાઇ અને પ્રિમોનસૂન કામગીરી પણ હાથ ધરવામાં આવશે જેથી આ માર્ગ બંધ રાખવામાં આવશે. હાલ એકતરફની જાળી બદલવાની કામગીરી કરાશે ત્યારબાદ બીજી તરફની સાઇડમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે.

.