ગાંધીનગરના જુના સચિવાલયના ત્રીજા માળે આગ લાગી…..

0
130

ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 1માં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 માં પણ બ્લોક 16 ની ગ્રામ વિકાસ એજંસી કચેરીમાં પણ ભીષણ આગની ઘટના ઘટી હતી. એ વખતે પણ દસ્તાવેજો અને ફર્નિચર સળગીને ખાખ થઈ ગયાં હતાં.આજે સવારના જૂના સચિવાલયમાં બ્લોક નંબર 1 બિલ્ડીંગમાંથી ધુમાડા બહાર આવતા આગ લાગી હોવાનું સામે આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.બ્લોક નંબર 1માં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી આવેલી છે. આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.