ગાંધીનગરના મોટેરાથી સેકટર 1 સુધી ચાલતી મેટ્રો હવે સચિવાલય સુધી લંબાવાની વાત સામે આવી છે,જેમાં મેટ્રોના કમિશનરે આજે સચિવાલ સુધી મેટ્રો સેવાની સમીક્ષા કરી હતી.સચિવાલય પાસે મેટ્રો સ્ટેશનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,હવે મેટ્રો કમિશનરની મંજૂરી બાદ સચિવાલય સુધી મેટ્રો દોડશે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે, જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે. હવેથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે મેટ્રો ટ્રેન મુસાફરોને બદલવી નહીં પડે. મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે સીધી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે અને મુસાફરોનો સમય પણ બચી જશે અને દરરોજ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોને મોટા અંશે રાહત મળશે.