ગાંધીનગરના યુવકે એક પગે 722 પુશ-અપ કરીને પાકિસ્તાનીનો રેકોર્ડ તોડ્યો

0
63

ગાંધીનગરના યુવકે 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશ-અપ કરીને ઈતિહાસ રચ્યો હતો. જેમાં યુવકે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. ગાંધીનગરના યુવકે ગિનીસ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો.ગાંધીનગરના રોહતાસ ચૌધરીએ પાકિસ્તાનના યુવકની ચેલેન્જ સ્વીકારીને આજે શનિવારે ગાંધીનગરમાં નવો ગિનીસ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જેમાં રોહતાસે પોતાની પીઠ પર 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશ-અપ કરીને પાકિસ્તાનના 534 પુશ-અપ કરનારા અહમદ અમીન બોડલાને હાર આપીને ભારતનું વિશ્વસ્તરે ગૌરવ વધાર્યું છે. રોહતાસ ચૌધરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના યુવકે પીઠ પર 27 કિલો વજન સાથે એક કલાકમાં 534 પુશઅપનો રેકોર્ડ કર્યો હતો. જ્યારે આજે શનિવારે મેં 27 કિલોગ્રામથી વધુ વજન રાખીને 722 પુશ-અપ માર્યો છે, આમ કરવાથી પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મારી નહીં પણ સમગ્ર ભારતની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રેકોર્ડ સમર્પિત કરીશ. આ સાથે ગુજરાત મોડલની જેમ આખા દેશમાં ગુજરાત મોડલ બનાવવાની વડાપ્રધાનને વિનંતી કરી.