ગાંધીનગરના શોપીંગ સેન્ટરોનો અદ્યતન ધોરણે વિકસાવવા જાગૃત નાગરિક પરિષદની માંગણી 

0
865

ગાંધીનગર શહેરના સેકટરોની મધ્યમાં શોપિંગ સેન્ટર વિકસાવવામાં આવ્યા છે. રાજધાનીના આ નગરની
સ્થાપનાને પાંચ દાયકાથી વધુ સમય પસાર થયો છે અને વસ્તીનાં લક્ષ્યાંકો પાર થઈ ગયા
છે ત્યારે વધેલી વસ્તી અને તેની જરૂરિયાતને અનુલક્ષીને સેકટરોના શોપિંગ સેન્ટરને
નવેસરથી આયોજન કરી વિકસાવવા ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે માગણી કરી છે. સેકટરોની જૂની સરકારી
દુકાનોની સ્થિતિ ભયજનક કક્ષાએ પહોંચેલી છે. તે સ્થળે ત્રણ માળની અદ્યતન દુકાનો બનાવવી
જરૂરી છે. આ ઉપરાંત પણ નજીકમાં ઉપલબ્ધ જગ્યામાં વધુ અદ્યતન દુકાનો બનાવી શકાય.
ગાંધીનગરમાં ધંધા-રોજગાર માટે દુકાનો ઉપલબ્ધ નહિ હોવાથી રોડસાઈડ દબાણો સતત વધતાં
રહે છે; તે પરિસ્થિતિ શોપિંગ સેકટરોમાં વધુ દુકાનો થતાં નાબૂદ કરી શકાશે. સેકટરવાઇઝ પરિસ્થિતિ
જોઈએ તો સે.૧માં માત્ર છ સરકારી દુકાનો છે તેમાંથી બે દુકાનો ગેરકાયદેસર બંધ રહે છે. સે.૧ સંપૂર્ણ વિકસ્યુ છે, તેથી વધુ દુકાનો બનાવવી અત્યંત આવશ્યક છે. સે.૭, કેન્દ્રીય સેકટર હોવાથી તેમજ સરકારે અહીં મોટી સંખ્યામાં બહુમાળી
આવાસો બાંધ્યા છે. તેના રહેવાસીઓ માટે શોપિંગની સુવિધા વધારવી આવશ્યક છે. દરેેક સેકટરનો સર્વે કરી,
શોપિંગ સેન્ટરો તાત્કાલિક ધોરણે વિકસાવવાનું આયોજન રાજ્ય સરકારના આગામી બજેટમાં કરવામાં આવે તે
અત્યંત જરૂરી છે. સે.૨૧ ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર અને શાકમાર્કેટ વિસ્તારનું નવેસરથી પ્લાનીંગ કરવું જરૂરી બન્યું છે. અપના બજાર વિસ્તારને તેની સાથે જોડવા માટે સરકારી ક્વાટર્સ ત્યાથી દૂર કરવાથી જરૂરી જમીન ઉપલબ્ધ બનશે. અહીં વધુ અદ્યતન દુકાનો બનાવી શકાશે તેમજ રસ્તા અને પાર્કિંગ સુધારી શકાશે. માર્ગ નં.૨ થી ૭ સુધીમાં
રોડની બંને સાઈડે કોમર્શિયલ ડેવપલમેન્ટ માટે આયોજન છે અને પ્લોટ્‌સ પણ ઉપલબ્ધ છે, તેની હરાજી કરીને તેનો ઝડપથી વિકાસ કરી શકાય તેમ છે. ગાંધીનગરના વિકાસ માટે બહુમૂલ્ય આયોજનની વિચારણા ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદની તાજેતરમાં મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. જ્યોતીન્દ્ર દવેના અધ્યક્ષપદે મળેલી આ બેઠકમાં સર્વશ્રી ેચ. બી. વરિયા, ભાનુપ્રસાદ પુરાણી, સુમંતભાઈ શાહ, હસમુખભાઈ ઠાકર, જે. સી. પરમાર વગેરેએ
ઉપસ્થિત રહીને મહત્ત્વનાં સૂચનો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here