ગાંધીનગરના સરગાસણમાં પૂરપાટ કાર ચલાવી યુવકે અકસ્માત સર્જ્યો……..

0
196

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી વાછાણી હોસ્પિટલ નજીક 17 ઓગસ્ટની રાત્રે BMWના ચાલકે પૂરપાર ઝડપે કાર ચલાવી ચાલીને જતી 29 વર્ષીય નિપાળી યુવતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. BMW કારનો ચાલકે યુવતીને ટક્કર માર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી વૃંદાવન રેસિડેન્સીમાં રહેતી 29 વર્ષીય શાંતા અંકુશ સુનાર ગઈકાલે રાત્રે આશરે 11:30 વાગ્યે વાછાણી હોસ્પિટલ પાસેના રોડ પરથી ચાલીને જઈ રહી હતી. તે સમયે એક BMW કાર (નંબર: PB08G 0062)ના ચાલકે પોતાની ગાડી બેફામ અને પૂરઝડપે હંકારીને શાંતાને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, શાંતાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યુ હતું.