ગાંધીનગરના 4 વિદ્યાર્થીએ UK જવા ખોટી IAR ડિગ્રી બનાવી…

0
194

શહેરમાં આવેલી ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ રિસર્ચ યૂનિવર્સિટીના રજિસ્ટ્રારે 4 વિદ્યાર્થીઓ વિરૂદ્ધ FIR નોંધાવી દીધી છે. જેમાં આરોપ લગાવાઈ રહ્યો છે કે તેમણે UKમાં અભ્યાસ કરવા જવું હતું એના માટે જે વિદ્યાર્થીઓ અહીં ભણતા પણ નહોતા તેમની ડિગ્રી પણ બનાવી દીધી છે. નોંધનીય છે કે આ 4 વિદ્યાર્થીઓમાંથી 1 IARનો સ્ટુડન્ટ છે જ્યારે અન્ય 3 વિદેશ ભણવાનું પ્લાનિંગ કરી આ ડિગ્રી ફ્રોડમાં સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છેકે વિઝા પ્રોસેસ પૂરી થાય એની પહેલા જ તેમણે આખો ભાંડો ફોડી દીધો હતો.પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ડો.મનીષ પરમાર કે જે IARના રજિસ્ટ્રાર છે તેમણે 4 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી દીધી છે. ઈન્ફોસિટી પોલીસ સ્ટેશને તેમણે સમગ્ર હકિકત જણાવી અને જય વ્યાસ, વૈભવ પટેલ, પંકજ પટેલ અને ધ્રુવી વિરૂદ્ધ ફરિયાદ કરી દીધી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે એક દિવસ યુનિવર્સિટીના ઓફિશિયલ આઈડી પર મેઈલ આવ્યો કે તમારા સ્ટુન્ડ જય વ્યાસ કે જે બી ટેકની ડિગ્રી મેળવીને બેઠા છે. તેમનું આ સર્ટિફિકેટ છે જરા તમે કંફર્મ કરીને અમને રિપ્લાય આપજો. આ એક વેરિફિકેશન પ્રોસેસનો એક ભાગ છે.આ સમયે યુનિવર્સિટીના સ્ટાફને જાણ થઈ કે જય વ્યાસ અહીં અભ્યાસ તો કરી રહ્યો છે પરંતુ આ પ્રમાણેનું સર્ટિફિકેટ કઈ એને અમે નથી આપ્યું. આ જે સર્ટિફિકેટ હતું તે અન્ય એક વિદ્યાર્થીના નામે હતું જેમાં જય વ્યાસે પોતાનું નામ એડિટ કરી ઉમેરી દીધું અને મોટુ કૌભાંડ શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં સમયાંતરે આવા અન્ય 3 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ વેરિફિકેશન માટે પણ તેમને ઓફિશિયલ મેઈલ આઈડી પર સૂચના મળી હતી.આવી જ રીતે ફરિયાદીએ જણાવ્યું કે સમયાંતરે મને કુલ 3 વિદ્યાર્થીઓના આવી રીતે જ સર્ટિફિકેટ મળતા રહેતા હતા. વૈભવ પટેલ અને ધ્રૂવીના નામે અહીંથી BCAની ડિગ્રીનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયું હતું એવો મેઈલ આવ્યો હતો. જ્યારે પંકજ પટેલના નામે બી ટેક ઈન ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાવ્યું હતું. વળી આ નામનો કોઈપણ સ્ટુડન્ટ હજુ ત્યાં અભ્યાસ જ નહોતો કરી રહ્યો એવી જાણકારી મળી રહી છે.