પાટનગરની સ્થાપના માટે સૌ પ્રથમ થર્મલ પાવર હાઉસ બંધાયુ હતું. ત્યાં પાવર પ્લાન્ટ માટે જરૂરી મહાકાય ચિમની મતલબ કે 5 કુલંગ ટાવર બાંધ્યા તેમાંથી યુનિટ 1 અને 2નો કાર્યકાળ 2016માં પૂર્ણ થતાં બંધ કરાયા બાદ રવિવારે આ બન્ને યુનિટની 118 મીટર ઉંચી અને 84 મીટરના ઘેરાવા ધરાવતી 2 ચિમની રસ્તા બંધ કરવા અને આસપાસમાં રહેતા પરિવારોને દુર્ ખેડવા સહિત સુરક્ષા વ્યવસ્થા સાથે કંટ્રોલ બ્લાસ્ટ કરીને તોડી પડાઇ હતી.
25 કિલોમીટર દરથી દેખાતી આ ચીમનીઓ ગાંધીનગરની ઓળખ પણ હતી, હવે 3 ચિમની રહી છે. બે ચિમકી જમીન દોસ્ત કરવા 275 કિલો એક્સ્પ્લોઝીવ ઉપયોગ કરાયો હતો. 125 ગ્રામના સેલ તૈયાર કરીને બન્ને ચિનમાં મળી 2500 હોલ કરી તેમાં ગોઠવાયા હતાં. માઇનિંગ એક્સપર્ટ જોધપુરના આનંદ શર્માએ કહ્યું કે બ્લાસ્ટ કરીને બાંધકામ છોડવાની આ સૌથી સુરક્ષિત ટેકનોલોજી છે, તેના ઉપયોગથી પાણીમાં 4 ચિમની જોડાઇ હતી. થર્મલ પાવર સ્ટેશનમાં વીજળીનું ઉત્પાદન કરતા કુલ 5 યુનિટ છે. જે બે ચીમનીઓ તોડી પડાઇ તે બન્ને યુનિટ 120 મેગાવોટ વિજન ઉત્પાદન શ્રોતાઓના હતાં, તેમાં યુનિટ 1ને 13મી માર્ચ 1977થી અને યુનિટ 2ને 10 એપ્રિલ 1977ના દિવસે ચાલુ કરાયા હતાં. અહીં યુનિટ નંબર 3, 4 અને 5 કાર્યરત છે. જે દરેક 210 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાના છે.
યુનિટના કાર્યકાળ પુરો થતાં 3 સપ્ટેમ્બર 2016ના દિવસે તોડી પાડવાનો નિર્ણય કરાયા બાદ વહીવટી પ્રક્રિયા અને એક્સ્પ્લોઝીવ એજન્સી નિયત કરીને તારીખ 1 ડિસેમ્બરે અંજામ અપાયો હતો. આ રીતે ગાંધીનગરમા આજે દિવસભર પાટનગરની સ્થાપના માટે સૌ પ્રથમ થર્મલ પાવર હાઉસની જે ચિમની તોડવામા આવી હતી તેની ચર્ચા ચાલી હતી અને આ અંગે આજે શહેર ઉપરાંત રાજ્યભરમા પણ ચર્ચા થતી સંભળાઈ હતી.