ગાંધીનગરને 100 ટકા નળ કનેકશન ધરાવતો સૌપ્રથમ જિલ્લો બનાવાશે

0
744

જિલ્લા કલેકટરની જળ અને સ્વચ્છતા યુનિટની બેઠક માં બાકી રહેલા ચાર તાલુકાના પ૬૮ ગામોમાં નળ કનેકશન આપવા માટે રૂા.17.94 લાખ મંજુર

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટની બેઠક મળી હતી જેમાં ગાંધીનગર જિલ્લાને સૌપ્રથમ ૧૦૦ ટકા નળ કલેકશન ધરાવતો જિલ્લો બનાવવા માટે તંત્રને ખાસ ઝુંબેશ શરૂ કરવા કલેકટરે તાકીદ કરી હતી. જિલ્લામાં ચાર તાલુકાના ગામતળના પ૬૮ ઘરોમાં ટુંક સમયમાં નળ કનેકશન આપવા માટે રૂા.૧૭.૯૪ લાખને આ બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી. હાલ જિલ્લાના ૩૦૩ ગામો પૈકી ર૭૪ ગામોમાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિધા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લામાં નળ સે જલ યોજના અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે ખુદ દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમીત શાહે તાકીદ કરી હતી. જેના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર આ દિશામાં વધુ કાર્યાન્વિત થયું છે ત્યારે આજે જિલ્લા કલેકટર કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટની બેઠક મળી હતી. જે અંગે જિલ્લાના ઘરોમાં નળ જોડાણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લાના ૩૦૩ ગામોમાંથી હાલ ર૭૪ ગામોમાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિધા છે. ર૯ ગામોમાં ગામતળના પ૬૮ ઘરોમાં નળ કનેકશન બાકી છે. વાસ્મો યુનિટના મેનેજર એમ.કે.મહેશ્વરીએ આ બેઠકમાં કહયું હતું કે નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિધા ખુબજ ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ર૦૨૨ સુધીમાં તમામ ઘરોને નળ કનેકશનની જાહેરાત કર્યા બાદ રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લાને સૌપ્રથમ ૧૦૦ ટકા નળ કનેકશન ધરાવતો જિલ્લો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાંથી માણસાના ૫૯, કલોલના ૬૧, ગાંધીનગરના ૬૮, દહેગામના ૮૬ ગામોમાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિધા છે. માણસાના આઠ ગામના ૧૦૪ ઘરો, કલોલના આઠ ગામના ૧૭૨ ઘરોમાં, ગાંધીનગરના છ ગામના ૪૩ ઘરોમાં અને દહેગામના સાત ગામના ર૪૯ ઘરોમાં નળ કનેકશન મળી કુલ ૨૯ ગામના ગામતળના પ૬૮ ઘરોમાં નળ કનેકશન આપવાના બાકી છે જે માટે ૧૭.૯૪ લાખનો ખર્ચ કરી આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. હાલની સ્થિતિએ જિલ્લામાં ૩૦૩ ગામો પૈકી રપપ ગામો વાસ્મો અંતર્ગત જોડાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here