ગાંધીનગરનો ગણેશોત્સવ સામાજિક સમરસતાનું પ્રતીક : નિશિત વ્યાસ

0
190

ગાંધીનગરના સે.૨૨ રંગમંચ ખાતે શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા પાંચ દાયકા કરતાં વધુ સમયથી ઉજવાતો ગણેશોત્સવ સર્વધર્મ – જ્ઞાતિજનોની
સંનિષ્ઠ અને સામુહિક ભાવનાત્મક ઉજવણીને લઈને સામાજિક સમરસતાનું
પ્રતીક બની રહ્યો છે. આ વર્ષે પણ સમિતિ દ્વારા વિવિધ સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમોથી સભર 54મો ગણેશોત્સવ ઉજવાશે.  સમિતિના પ્રમુખ નિશિત વ્યાસે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે ૧૯૭૦થી સમિતિના નેજા હેઠળ નગરજનોના સહયોગથી ઉજવાતો શ્રી ગણેશોત્સવ સાચા અર્થમાં લોકોત્સવ બની રહ્યો છે. આ વર્ષે ૫૪મો ગણેશોત્સવ સે.૨૨ રંગમંચ ખાતે તા.૧૯ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન આદ્યાત્મિક ચેતના,
સામાજિક સમરસતા ફેલાવા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો સાથે ભવ્યતાથી ઉજવવામાં આવશે સમાજના તમામ કોમ-જ્ઞાતિના આબાલવૃદ્ધ ભાવકો ઉજવણીમાં સહભાગી બનશે.
તા.૧૯ સપ્ટેમ્બર, મંગળવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે વિનાયક ગ્રુપના શ્રી
વિક્રાંતભાઈ પુરોહિતના નિવાસસ્થાન પ્લોટ નં. ૧૩૨૩/એ-૧, સે.૭-ડી ખાતેથી શ્રીજી
પ્રતિમાની પૂજા-આરતી બાદ શોભાયાત્રા વિધિવત્‌ પ્રસ્થાન કરી ચ-૩ સર્કલથી ચ-૫
ફુવારા સર્કલ થઈ પંચદેવ મંદિરથી સે.૨૨ રંગમંચ પહોંચશે. જ્યાં શ્રીજી પ્રતિમાની
પ્રાણપ્રતિષ્ઠા અને પૂજા આરતી કરી ભવ્ય લોકોત્સવનો પ્રારંભ થશે.
શ્રી વ્યાસે વધુમાં જણાવ્યું કે સાત દિવસીય આ ગણેશોત્સવ દરમિયાન નગરની
વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓના વૈવિધ્યસભર કાર્યક્રમો, સ્પર્ધાઓ,
હલદી-કંકુ, લોક ડાયરો, લોકનૃત્યો, મ્યુઝિકલ નાીટ, બેસ્ટ સિંગર ઓફ સિટી સહિતના
કાર્યક્રમો યોજાશે. સમિતિના હોદ્દેદારો, સભ્યો ાયોજનની સફળતા માટે સમર્પણની
ભાવના સાથે કાર્યરત છે. નગરજનો, આસપાસના વિસ્તારોના ભાવિકોને આ
લોકોત્સવનો લાભ લેવા શ્રી વ્યાસે સમિતિ વતી ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.