ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ…..આગામી 7 દિવસ શુષ્ક વાતાવરણ

0
41

ગાંધીનગર શહેરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે સવારે શહેરમાં 29 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન 41.1 થી 42.2 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ગઈકાલે બુધવારે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું. ભેજના પ્રમાણમાં વધારો થવાથી ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. મંગળવારે લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આગામી સાત દિવસ સુધી શુષ્ક વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જો કે, 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે નગરજનોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના કારણે લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે.