ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું…….

0
358

ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ 500થી વધુ પોલીસ કાફલાના કડક બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી હાથ ધરાઈ છે.સાબરમતી નદી કાંઠા વિસ્તાર તેમજ GEB, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ઊભા કરવામાં આવેલા દબાણોને તંત્રએ નિશાન બનાવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ 700થી વધુ દબાણો દૂર કરવા માટે બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ થઈ છે.જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક મ્યુનિસિપલ તંત્રના સંયુક્ત અભિયાન હેઠળ પેથાપુર GEB પાછળ તથા નદી કિનારા વિસ્તારના વર્ષો જૂના દબાણોને દૂર કરવામાં આવ્યા. 10 જેટલી JCB મશીનો, 15 ટ્રકનો કાફલો, 500થી વધુ પોલીસ કર્મચારીઓની તૈનાત કરવામાં આવી. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે વિશેષ સુરક્ષા ગોઠવણ કરવામાં આવી છે.કાર્યવાહીને કારણે વિસ્તારોમાં ભારે ચકચાર મચી છે. ઘણા દબાણધારકો પોતાનો સામાન સ્થળાંતર કરવા તત્પર થઈ ગયા છે. તંત્રએ પહેલાથી જ નોટિસ આપી હતી, છતાં કેટલાક લોકોએ તેનો પાલન ન કરતાં કડક પગલાં લેવાયા છે.