ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી પર ફાયરિંગ…

0
187

ગાંધીનગરમાં પાંચ દિવસ પહેલા ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી પર મહિલા PIએ ફાયરિંગ કરતા પગમાં ગોળી વાગી હતી. 15મી ડિસેમ્બરે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપવા માટે ઓપરેશન વીરાંગના નામ આપ્યું હતું.આરોપી ઝડપાયા બાદ શનિવારે સાંજે સ્થળ પંચનામા માટે પોલીસ સેક્ટર-24માં પહોંચી હતી. ત્યારે આરોપીએ પોલીસ કસ્ટડીમાં નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા PI લતા દેસાઈએ આરોપીનો પીછો કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. એક ગોળી આરોપીને પગમાં વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.પોલીસની કાર્યવાહીથી ફફડી ઉઠેલા આરોપીએ બે હાથ જોડીને માફી માગી હતી. પોલીસે તપાસ કરતા તેના મોબાઈલમાં પોર્ન ક્લિપ પણ મળી આવી છે.