ગાંધીનગરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી….

0
36

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ગાંધીનગર(Gandhinagar)માં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી છે. સાથે જ ભારે વરસાદમાં અનેક શહેરોમાં ભૂવા પડવા, રસ્તા ધોવાયા અને પૂલ ધરાશાયી થયાના બનાવો વધ્યા છે. ત્યારે હવે ગાંઘીનગરના સેક્ટર 2ડી અને ઘ માર્ગ પર ભૂવો પડ્યો છે.રાજ્યનું પાટનગર ગાંઘીનગર ભુવાનગરી બન્યુ છે અને સેક્ટર 2ડી પાસે કાર ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકો આ દ્રશ્યો જોઈને ચિંતામાં મુકયા છે. ભુવામાં મસમોટી કાર ગરકાવ થવાના દ્રશ્યો જોઈને લોકો તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે.